હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સામોટ ગામમાં પતિ અને બીજી પત્નીએ પહેલી પત્નીને ત્રાસ આપતા મહિલા પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો
પહેલી પત્ની આંગણવાડી હેલ્પર તરીકે કામગીરી કરતા હોય તેમની ફરિયાદ બાદ મહિલા પોલીસે પતિ અને બીજી પત્ની સામે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા દેડિયાપાડા તાલુકાના સામોટ ગામમાં પત્ની હોવા છતાં બીજી પત્ની લાવી પહેલી પત્નીને ત્રાસ આપતા મહિલા પોલીસે પતિ અને બીજી પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર મંજુલાબેન જાયસિંગભાઇ વસાવા આંગણવાડી હેલ્પર (મુળ રહે. સામોટ મોગરીબેડા ફળિયુ તા-ડેડીયાપાડા જી. નર્મદા હાલ રહે.કોકટી નિશાળ ફળિયું તા.ડેડીયાપાડા જી. નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ (૧) મંજુલાબેન ના પતિ જાયસિંગભાઇ મોગીયાભાઇ વાવા તેમજ બીજી પત્ની (ર) પ્રવિણાબેનને મંજુલાબેન સાથે ગાળાગાળી ઝઘડો કરી અવાર-નવાર મારઝુડ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હોય તેમજ ગંદી ગાળો બોલી મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય પતિ અને બીજી પત્ની એ એક બીજાની મદદગારી કરી મંજુલાબેન ને શારિરીક અને માનસિક ત્રાસ આપી ગુનો કરતા રાજપીપળા મહિલા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
