તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Thursday, 13th March 2025
પતિને છોડી અન્ય સાથે બે વર્ષ રહેનારી મહિલાની શરીર સંબંધ માટે સ્પષ્ટ સંમતિ ગણાય
મહિલાઓ દ્વારા થતી રેપની ફરિયાદોના મામલાઓથી સંબંધિત એક કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગડેએ રાજ્ય સરકારની રિવિઝન અરજી રદ કરતા અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો પત્નીની જેમ રહ્યા બાદ મહિલાએ કરેલી રેપની FIRના આરોપી પુરુષને ડિસ્ચાર્જ કરવાના આદેશને હાઇકોર્ટની બહાલી

અમદાવાદ,તા.૧૩: ‘મહિલા પોતાના પતિને છૂટાછેડા આપ્યા બાદ અન્ય પુરુષ સાથે બે વર્ષ સુધી પત્નીની જેમ રહે અને અને તેની સાથે ગોવા ફરવા માટે પણ જાય ત્યારે આવા કિસ્સામાં પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલાની સ્પષ્ટ સંમતિ ગણાય. આ સંમતિ કોઇ હકીકતની ગેરસમજના કારણે આપી દેવામાં આવી હોવાનું પણ ઠરાવી શકાય નહીં.' મહિલાઓ દ્વારા થતી રેપની ફરિયાદોના મામલાઓથી સંબંધિત એક કેસમાં હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ રાજ્ય સરકારની રિવિઝન અરજી રદ કરતા અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં નીચલી કોર્ટે કેસના તમામ તથ્યો, આક્ષેપો અને ખુદ ફરિયાદી મહિલાની FIRને ધ્યાને લઇ આરોપી પુરુષને નિર્દોષ મુક્ત કર્યો હતો. તેથી રાજ્ય સરકારે આ નિર્ણય સામે રિવિઝન અરજી કરી હતી, જેને હાઇકોર્ટે ફગાવી કાઢી છે.
વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્ભ્ઘ્ની ધારા 376(2)(n) હેઠળ એક મહિલા દ્વારા FIR નોંધાવવામાં આવી હતી. આ મામલે કેસ ચાલવા પર આવી ગયો હતો. ટ્રાયલ પેન્ડિંગ હતી, ત્યારે આરોપી પુરુષ દ્વારા Cr.P.Cની ધારા ૨૨૭ હેઠળ તેને આરોપમાંથી મુક્ત કરવા માટેની અરજી કરાઈ હતી. વડોદરાના સેશન્સ જજે આ અરજી ગ્રાહ્ય રાખી હતી અને તે આદેશની નારાજ થઇ રાજ્ય સરકાર દ્વારા રિવિઝન અરજી કરાઈ હતી. જેમાં સરકારે એવી દલીલ કરી હતી કે,‘આરોપી વિરુદ્ધ રેપનો ગંભીર ગુનો છે. તેણે લગ્નનો ખોટો વાયદો આપીને પીડિતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો છે. આ તમામ મુદ્દાને નજરઅંદાજ કરીને સેશન્સ કોર્ટે આરોપીની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે. તેથી એ આદેશને રદ કરવો જોઇએ.'
બંને પક્ષોની રજૂઆત બાદ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,‘આ કેસની જ્ત્ય્ને ધ્યાને લેતાં જ જણાય છે કે ફરિયાદી મહિલા ખુદ કથિત આરોપી સાથે રિલેશનશીપમાં હતી. મહિલા પરિણીત હોવા છતાંય પુરુષ સાથે સંબંધ બાંધીને આગળ વધી હતી અને પોતાના પતિને છૂટાછેડા પણ આપી દીધા હતા. જેથી કરીને આરોપી પુરુષ સાથે સંબંધ આગળ વધારી શકે. ત્યારબાદ તેની સાથે તે ગોવા ફરવા માટે પણ ગઇ હતી. ફરિયાદી મહિલાનો જ કેસ છે કે જ્યારે તે ગોવા ગયા હતા ત્યારે પુરુષે કહ્યું હતું કે વડોદરા પાછા આવીને લગ્ન ન કરે ત્યાં સુધી શારીરિક સંબંધ નહીં બાંધે. મહિલાની FIRમાં જ આ બાબત સ્પષ્ટ છે કે પુરુષે કોઇ સેક્સ્યુઅલ એડવાન્ટેજ લીધો નહોતો. જો પુરુષે લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા હોત તો ગોવામાં તેના માટે તક પણ હતી. પરંતુ એવી કોઇ ફરિયાદ મહિલાની નથી. મહિલા આરોપીના ઘરે ગઇ હતી અને તેના માતા-પિતાને પણ મળી હતી. તે ઉપરાંત બે વર્ષ સુધી તે આરોપીની સાથે રહી હતી.'
હાઇકોર્ટે એમ પણ નોંધ્યું છે કે,‘આ કેસની જ્ત્ય્ને જોતાં એ પણ સામે આવે છે કે ફરિયાદીએ માત્ર એ માટે જ FIR નોંધાવી હતી કે પુરુષના કોઇ અન્ય મહિલા સાથે સંબંધ બંધાઇ ગયા હતા. સમગ્ર તથ્યો, FIRને ધ્યાને લઇ નીચલી અદાલતે જે આદેશ કર્યો છે એમાં હાઇકોર્ટને કોઇ ભૂલ જણાતી નથી અને તેથી સરકારની રિવિઝન અરજી રદ કરવામાં આવે છે.'
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
