<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

અમદાવાદમાં પરમ આલયજીના સાનિધ્‍યમાં ૬ દિવસીય શિબિર સંપન્‍ન

 

રાજકોટ તા. ૧૩ : પરમ આલયજીના સાનિધ્‍યમાં છ દિવસીય એક શિબિર અમદાવાદના સરદાર પટેલ ગાર્ડન ખાતે યોજાઇ હતી. જેમાં પ્રથમ ત્રણ દિવસ ભૌતિક શરીરની શક્‍તિઓને વિકસિત કરવાનું જ્ઞાન પીરસાયુ હતુ. ત્‍યાર બાદના ત્રણ દિવસ દરમિયાન મનની શક્‍તિઓને જાગૃત કરવાના પ્રયોગો શીખવવામાં આવ્‍યા હતા. શિબિર દરમિયાન દરરોજ ૨૦ થી ૨૨ આઇટમ્‍સવાળો નિઃશુલ્‍ક રસીલો અદ્રશ્‍ય નાસ્‍તો પીરસાયો હતો. સમગ્ર શિબિરના પ્રાયોજક ગુજરાત યુવા ભાજપ મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ અને જાણીતા ઉદ્યોગપતિ જશ્‍મીનભાઇ ગાજીપરા હતા.  સમગ્ર આયોજન મણીધર ગ્રુપના બિલ્‍ડર સંજયકુમાર પટેલ, બ્‍લુબેલના બિલ્‍ડર યોગેશભાઇ પટેલ, અરીહંત સ્‍ટીલવાળા હીરચંદ હુંડીયાએ કર્યુ હતુ.

(4:16 PM IST)