<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદરમાં 1575 રૂપિયા સુધી બોલાયો: જાણો 27 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 3,666.75 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 27 માર્કેટ યાર્ડમાં કુલ 3,666.75 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1575 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1489 રૂ. અને નીચો ભાવ 1330 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1523 રૂ., કડીમાં 1509 રૂ., બાબરામાં 1496 રૂ., બોડેલીમાં 1494 રૂ., મોરબીમાં 1476 રૂ., ગોંડલમાં 1471 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,666.75 ટન કપાસની આવક થઇ છે.

(7:15 PM IST)