<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

હોળીની જ્વાળા જોઈને અંબાલાલે કરી ચિંતાજનક આગાહી: શું આ વર્ષે દેશમાં અલગ પ્રકારનું બનશે

દર વર્ષે હોળીની જ્વાળા જોઈને પોતાની સટીક આગાહી કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષ કેવું રહેશે તેની આગાહી કરી

અમદાવાદ :દેશભરમાં હોળીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરના પાલજમાં સૌથી મોટું હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પાલજનું હોલિકા દહન ખૂબ જ પ્રખ્યાત છે. મોટી સંખ્યામાં અહીં લોકો હોળીના દર્શન માટે આવે છે. અંબાલાલ પટેલ પણ અહીં હોળી દર્શને પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે આગાહી કરી છે.

  ગુજરાતમાં પોતાની સચોટ હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે હોળીની જ્વાળા જોઈને આગાહી કરી છે. 

  હોળીની જ્વાળા જોઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે અલગ પ્રકારનું ચોમાસું આવી શકે છે.

 જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ચિંતાજનક લાગી રહી છે. દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર ચોમાસાની સીઝન હોય છે. જો વરસાદ સારો ન પડે, વધારે વરસાદ પડે અને પૂરની સ્થિતિ સર્જાય તો દેશના અર્થતંત્રની સાથે ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

 

(8:19 PM IST)