તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 13th March 2025
રાજપીપળામાં સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં એડવાન્સમાં ધુળેટીની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હોળી, ધુળેટીના તહેવાર શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવવામાં આવે છે જોકે ધુળેટીના દિવસે જાહેર રજા હોવાથી સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં એડવાન્સમાં ધુળેટી ઉજવવામાં આવી હતી અને કચેરીના કર્મચારીઓ એ એક બીજાને ગુલાલ વડે રંગી રંગે ચંગે ધુળેટી ની ઉજવણી કરી હતી.
રાજપીપળા કોલેજ સામે આવેલી પંચવટી સોસાયટીમાં કાર્યરત સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓએ હોળીના દિવસે જ એક બીજાને ગુલાલ છાંટી ઉત્સાહભેર ધુળેટીની ઉજવણી કરી હતી.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
