<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજપીપળાના મહિલા અગ્રણી જ્યોતિ જગતાપને "મહિલા ગૌરવ સન્માન-2025 "એવોર્ડથી સન્માનિત કરાયા

કલોલ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૫૩ મહિલાઓનું સન્માન કરાયું

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા મહિલા ગૌરવ સન્માન-2025 કાર્યક્રમ યોજાયો હતો.તેમાં૫૩ મહિલા ઓનું શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માનપત્ર, ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરાયાં હતા જેમાં રાજપીપલાના મહિલા અગ્રણી તથા નોંધપાત્ર સામાજિક પ્રવૃત્તિઓ કરનાર જન કલ્યાણ સેવા ટ્રસ્ટ,રાજપીપલાના પ્રમુખ જ્યોતિ જગતાપને મહિલા ગૌરવ સન્માન -2025" એવોર્ડમાં સન્માનપત્ર, ટ્રોફી અને મેડલ એનાયત કરી સન્માનિત કરાયાં હતા.આ પ્રસંગેમોટી સંખ્યામાં જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો, સભ્યો, મહિલા કાર્યકરો અને શહેરના મહિલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


 

(11:22 PM IST)