<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th March 2025

અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડની ખંડણી માંગીને 1.20 લાખની લૂંટ કરનાર ગેંગના 2 આરોપીઓ ઝડપાયા

આરોપીએ તેની પ્રેમિકાની મદદથી અમદાવાદના નરોડા સ્થિત ફ્રુટમાર્કેટના ફ્રૂટના વેપારીને ફસાવીને અપહરણ કરીને 2 કરોડની ખડણી માંગી હતી.

અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને એક કરોડની ખંડણી માંગીને રૂપિયા 1.20 લાખની લૂંટ કરનાર ગેંગના 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ તેની પ્રેમિકાની મદદથી અમદાવાદના નરોડા સ્થિત ફ્રુટમાર્કેટના ફ્રૂટના વેપારીને ફસાવીને અપહરણ કરીને 2 કરોડની ખડણી માંગી હતી. પકડાયેલા બંને આરોપીઓ 20થી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપમાં વોન્ટેડ મહિલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

(6:35 PM IST)