News of Friday, 14th March 2025
આંકલાવના રામપુરા ખાતે તબેલામાં આગ લાગતા ચાર પશુના મોત
તબેલા નજીક આવેલ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી: ડીપીના તણખા ઘાસના પૂળામાં પડતા આગ ભભૂકી ઉઠી

આણંદ જિલ્લાના આંકલાવના રામપુરા ખાતે તબેલામાં આગ લાગતા ચાર પશુના મોત થયા છે. તબેલા નજીક આવેલ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ડીપીના તણખા ઘાસના પૂળામાં પડતા આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા તબેલામાં બાંધેલ ચાર ભેંસો ગંભીર રીતે દાઝી જતા મોત થયા છે. બોરસદ અને આણંદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
