News of Saturday, 15th March 2025
બગોદરા હાઇવે ઉપર ડીજે ભરેલી આઇસર પલટી જતા રાજકોટના બે યુવકોના મોત
ઓડેરમાં દાહોદ જતા અકસ્માત સર્જાયોઃ જંગલેશ્વરના શાહિદ ડોસાની ત્થા પોપટપરાના નરસિંહ બાવરીયાનો લેવાયેલ ભોગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧પઃ બગોદરા હાઈવે અકસ્માતો માટે જાણે કે કુરખ્યાત બની ગયો હોય તે રીતે રોજબરોજ અકસ્માતો ની ઘટનાઓ સામે આવતી હોય છે અને અકસ્માતોમાં અમૂલ્ય જિંદગીઓ પણ ખુવાર થતી અવારનવાર સામે આવે છે ત્યારે રાજકોટ થી ડીજે વગાડવા માટે દાહોદ જઈ રહેલા વ્યક્તિઓની આઇસર અને અકસ્માત થતા જેમાં બે વ્યક્તિઓને ઈજા થવા પામી હતી અને રાજકોટના બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યા મોત થયા હતા.
વિગતો અનુસાર બગોદરા હાઈવે ઉપર ગાંગડ ગામ નજીક એક ડીજે ભરેલી આઇસર રાજકોટ થી દાહોદ ઓર્ડરમાં જવા નીકળેલ.
જેમાં ડ્રાઈવર સહિત કુલ ચાર લોકો હતા આઇસર ગાંગડ પાસે પલટી મારી જતા તેમાં સવાર શાહિદભાઈ ઇકબાલભાઈ ડોસા ની ઉંમર વર્ષ ૧૯ (રહેવાસી જંગલેશ્વર રાજકોટ) તેમ જ નરસિંહભાઈ પોપટભાઈ બાવરીયા ઉંમર વર્ષ ૫૫ રહેવાસી સેન્ટ્રલ જેલ પાછળ પોપટ પરા રાજકોટ બંનેના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
જ્યારે ગાડીનો ચાલક મોહસીનભાઈ શાહ નવાજ સામદાર ઉંમર વર્ષ ૨૫ રહેવાસી સેન્ટ્રલ જેલ પાછળ રાજકોટ તથા કેવલ મુકુંદભાઈ કોબીયા (ઉંમર વર્ષ ૩૧) (રહેવાસી ગોપાલ નગર રાજકોટ) બંનેને સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બગોદરા પોલીસને આ ઘટનાની જાણ મળતાની સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી અને મળતદેહના કબજો લઈ બગોદરા આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે મોકલી આપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (૯.૧૧)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
