<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

૨૩૦૦ થી વધુ અશકત વડિલોને પોલિસે શ્રવણ બની દ્વારકાધીશના દર્શન કરાવ્‍યા

પોલીસનું નામ આવતા લોકો ફકત એક જે છબી નિહાળે છેઃ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનમાં એસપી નિતેશ પાંડે ટીમનાં આ સ્‍વરૂપ પર આફ્રિન પોકારી ઊઠયા વગર નહી રહી શકાય : ઇ રિક્ષા અને વિહલચેરમાં બેસાડી દર્શનથી વંચિત ન રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવીઃ ગુમ સમાન જેવી નિર્જીવ વસ્‍તુ સાથે વિખૂટા પડેલ ૨૮૪ વડીલો, બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું

રાજકોટ, તા.૧પઃ  જન્‍માષ્ટમી માફક ધુળેટી સહિતના તહેવારો પર દેશભરમાંથી લોકો વિશ્વ ફલક પર જેની અપાર શ્રધ્‍ધા છે તેવા દ્વારકાધીશનાં દર્શન કરી પોતાની જાતને ધન્‍ય કરવા લોકો આવે છે. ઈશ્વર પર અતિ શ્રદ્ધાંને કારણે આવા દર્શનાર્થીઓમાં વળદ્ધ વડીલો, વળદ્ધ માતાઓ પણ અને બાળકો હોય છે.  આવા અપાર શ્રદ્ધા સાથે દ્વારકાધીશનાં દરબાર સુધી આવનાર લોકો ખાસ કરી વડીલોને કોઈ તકલીફ ન પડે તે માટે રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન નીચે આ વર્ષે પણ સુરક્ષા સાથે સેવા ઈશ્વરે આપણને તક આપી છે,તેવા ભાવથી દેવભૂમિ દ્વારકા એસપી નિતેશ પાંડેના નેતળત્‍વમાં અધિકારીઓથી માંડીને સ્‍ટાફ દ્વાર જે રીતે કરવામાં આવી તે જોય અશ્‍કત વળદ્ધ માતાઓ અને વળદ્ધ વડીલો પણ તેમના પર આશીર્વાદ વર્ષાવ્‍યા વગર રહી ન શકયા.

પોલીસ દ્વારા વિખૂટા પડેલ વડીલો કે બાળકોને ખૂબ શાંતિથી સાંભળી તેમના પરિવાર સાથે મિલન કરાવેલ, આ સંખ્‍યા ૨૮૪ જેટલી હતી. દૂરથી આવેલ વડીલો ભગવાનના દર્શનથી વંચિત રહી અફસોસ સાથે કે નિરાશા સાથે પરત ન ફરે તે માટે પોલીસ દ્વારા પોલીસ દ્વારા જાતે ઈ રિક્ષા વિહલ ચેર વિગેરે મારફત દર્શન કરાવેલ. ટુંકમાં કહી એ તો આ કળયુગમાં પુત્રો પણ માતા પિતાની કાળજી ન રાખે તેવી સેવા કરેલ.

ઉત્‍કુષ્‍ટ કામગીરી અને શ્રધ્‍ધાળુઓ માટે મદદઃ

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા બેટ દ્વારકા ખાતેના ફુલડોલ ઉત્‍સવ દરમ્‍યાન શ્રધ્‍ધાળુઓ માટે વિશેષ સેવા પુરી પાડવામાં આવી. જેમાં દ્વારકા ખાતે SHE-Team, પોલીસ પોલીસ સહાયતા કેન્‍દ્ર તેમજ પોઇન્‍ટ પરની પોલીસ તેમજ દ્વારકાધીન મંદિર સુરક્ષાદ્વારા આશરે વિખુટા પડેલા ર૮૪ જેટલા વયોવૃધ્‍ધ, બાળકો, પરિજનો કે હેતુમિત્રોને શોધી  આપેલ. ગુમ થયેલ માલ સામાન પૈકી કુલ ૭૩ જેટલા સામાન શોધી આપી સબંધિત માલીકને પરત સોપવામાં આવેલ. શારીરીક રીતે અશકત કુલ ર૩૦ર જેટલા યાત્રાળુઓને દર્શન કરાવવામાં આવેલ. ૧પ જેટલા વિદેશી દર્શનાર્થીઓને દર્શન કરાવવામાં મદદ કરવામાં આવેલ.(૬.૪)

(11:55 AM IST)