<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ : ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠાકોર સમાજને અવગણવામાં આવી રહ્યા છે : સાંસદ ગેનીબેન ઠાકોરનો રોષ

વિધાનસભાની કાર્યવાહી જોવા અને જાણવા અને સન્માનિત ના કરાતા વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને રોષ ઠાલવ્યો : કીર્તિદાને કહ્યુંઃ કલામાં પોલિટિક્સ ના કરો

અમદાવાદ તા.૧૫ :  ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને નિહાળવા ગુજરાતી લોકસાહિત્યકારોને બોલાવ્યા અને પછી આમંત્રિત કરાયા હતા. જેમાં પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, રાકેશ બારોટ, ગીતાબેન રબારી, કિંજલ દવે અને ગીતકાર મનુ રબારીને સન્માનિત કરાયા હતા. જોકે, વિધાનસભાની કાર્યવાહી જોવા અને જાણવા અને સન્માનિત ના કરાતા વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને રોષ ઠાલવ્યો અને વિરોધ કર્યો હતો. આ પછી બળતામાં ઘી હોમતાં એક પછી એક કલાકારોએ નિવેદન કર્યા હતા. હવે સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે, ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ છે.

વિક્રમ ઠાકોરના વિરોધને સપોર્ટ કરતાં સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે, ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની નીતિ છે. કલાકારો જે પણ નિર્ણય કરશે તેમાં હું તેમની સાથે હોવાની. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠાકોર સમાજને અવગણવામાં આવી રહ્યા છે. ઠાકોર સમાજના કલાકારો નિર્ણય લેશે તેમાં તેમની સાથે છું.

તો આ વિવાદ અંગે કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે, નારાજગી યોગ્ય છે પરંતુ કલાકારની કોઈ જ્ઞાતિ ન હોય કલા જ કલાકારની જ્ઞાતિ અને ધર્મ હોય છે સહજ આમંત્રણના આધારે જ બધા વિધાનસભા પહોંચ્યા હતા. કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ના હોવું જોઈએ.

(12:38 PM IST)