<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સુરતના સચીન વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક : બેખોફ બની જાહેરમાં લોકો પર ચપ્પુ વડે હુમલો

રિક્ષામાં આવેલા ચારથી પાંચ શખ્સમાંથી એક વ્યક્તિએ એક બાદ એક ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો : લોકોએ પથ્થરમારો કરતા ભાગી ગયા

સુરતના સચિન વિસ્તારમાં ધુળેટીના દિવસે સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી એક ઘટના સામે આવી હતી. અહીં ચારથી પાંચ શખ્સો રિક્ષામાં આવી જાહેરમાં જ ચપ્પુ વડે લોકો પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો 

રિક્ષામાં આવેલા ચારથી પાંચ શખ્સમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધુ અને હિંસક હુમલો કર્યો હતો. એક બાદ એક ચારથી પાંચ લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ શખ્સોએ કોઈપણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કર્યો હતો

સેજલનગર ગ્રાઉન્ડમાં આ તોફાની શખ્સો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા. લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડીવારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા હતાં. આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે, આ બનાવના વીડિયોની તપાસ કરવામાં આવી છે અને તેના આધારે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે

(12:17 PM IST)