<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

વડોદરામાં નાગરવાળામાં એક જ કોમના બે ટોળા વચ્ચે મારામારી :પાંચથી વધુ વ્યક્તિની અટકાયત

નાગરવાડામાં એક જ કોમના બે ટોળા વચ્ચે મારામારી થઈ : ગોલવાડ અને ત્યારબાદ હરિજનવાસમાં માથાકૂટ

વડોદરા શહેરમાં ધૂળેટીની રાત્રે શહેરની શાંતિ ડહોડવાનો પ્રયાસ થયો હતો. નાગરવાડામાં એક જ કોમના બે ટોળા વચ્ચે મારામારી થઈ હતી. ગોલવાડ અને ત્યારબાદ હરિજનવાસમાં માથાકૂટ થઈ હતી. મારા મારી થતા જ માહોલ ગરમાયો હતો. જો કે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

વડોદરા શહેરમાં હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સજ બની છે, તેવામાં ધૂળેટીને રાત્રે શહેરના શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શહેરના નાગરવાડા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી. ગોલવાડ અને ત્યારબાદ હરીજન વાસમાં માથાકૂટ થઈ હતી. મારામારી થતા માહોલ ગરમાયો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક કારેલીબાગ પોલીસ અને હોમગાર્ડના જવાનોએ બાજી સંભાળી લીધી હતી. સર્જાયેલી આ અથડામણમાં કારેલીબાગ પોલીસે પાંચથી વધુ વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

(1:56 PM IST)