News of Saturday, 15th March 2025
પ્રેસનોંધ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મીરાપુર, પાનમ ડેમ ખાતે ફુલદોલોત્સવની પરમોલ્લાસભેર ઉજવણી કરાઈ....

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસદજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં ફુલદોલોત્સવની મીરાપુર, પાનમ ડેમ ખાતે શ્રીજીમહારાજને પંચામૃતથી તેમજ ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તે પ્રસાદીભૂત ગુલાલનો છંટકાવ સંતો અને હરિભકતો ઉપર કર્યો હતો. આ રંગોત્સવ પર્વે ફગવા રુપે ખજૂર, ધાણી, દ્રાક્ષનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. અંતમાં સૌને ધાણી – દ્રાક્ષ – ખજૂરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હજારોની સંખ્યામાં હરિભક્તોએ પરમોલ્લાસભેર લીધો હતો.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
