News of Saturday, 15th March 2025
મેમનગર ગુરુકુલ દ્વારા યોજાયેલ વડતાલ પદયાત્રામા જોડાતા 15 સંતો અને 800 ઉપરાંત હરિભકતો

અમદાવાદ તા.15 આપણા શાસ્ત્રોમાં પદયાત્રાનું ખૂબજ મહત્વ છે.ભગવાનશ્રી સ્વામિનારાયણ નાની ઉમરમાં અયોદધ્યાથી નીકળી સમગ્ર હિમાલય અને ભારતની પદયાત્રા કરેલ.તેઅનુસંધાને SGVP ગુરુકુલના શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી મેમનગર ગુરુકુલથી તા.15 -3 શનિવારના રોજ વહેલી સવારે 4 કલાકે 15 સંતો સહિત 800 ઉપરાંત હરિભકતો વડતાલ ધામ પદ યાત્રામાં જોડાયાછે.
કે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે પોતાનુ સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલ છે તે વડતાલ ધામની પદયાત્રાએ રવાના થયા છે રસ્તામા આવતા તીર્થો જેતલપુર, ડભાણ દર્શન કરી,હરિયાળા ગુરુકુલ રાત રોકાઇ રવિવારના રોજ સાંજે 6 કલાકે વડતાલ પહોંચશે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
