<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં ઉજવાયેલ પુષ્પદોલોત્સવ

અમદાવાદ તા.15 SGVP છારોડી  ગુરુકુલમાં બિરાજીત શ્રી રામ,શ્યામ અને ઘનશ્યામ મહારાજનું સદ્ગુરુ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પંચોપચાર પૂજન કરી આરતિ  ઉતારી કીર્તન અને ધુનની રમઝટ સાથે  કેસુડાના ફુલના જળથી પીચકારી વડે વિદ્યાર્થીઓ ઉપર કેસુડાના જળથી   છંટકાવ કરી ધુળેટી પર્વ ઉજવ્યું હતું.

ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે ભવ્ય અને દિવ્ય પુષ્પદોલોત્સવ હર્ષોલ્લાસ સાથે પરમપૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીની સાનિધ્યમાં ઉજવાયો હતો.  આ દિવ્ય ઉત્સવના શણગાર માટે 2500 કિલો ફુલોની પાંખડીઓનો ઉપયોગ  કરવામાં આવેલ,આ ફુલોની પાંખડીઓથી ઘનશ્યામ મહારાજનું મૂર્તિ ઢગ પૂજન કરવામાં આવેલ.ઉપરાંત આજે ધુળેટીના દિવસેભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય દિન હોવાથી ભગવાનને પુષ્પહિંડોળો ઝુલાવ્યા હતા.

આ પ્રસંગે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ હોળી નૃત્યકર્યુ હતું

(4:58 PM IST)