News of Saturday, 15th March 2025
કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને દીવમાં યલો એલર્ટ :રાજ્યના બે શહેરોમાં હિટવેવની ચેતવણી જારી
કચ્છમાં સિવિયર હિટવેવની અસર: દરિયાકિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ: હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો ફુંકાતા પવન

અમદાવાદ :રાજ્યમાં દિવસેને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હજૂ પણ ભર ઉનાળાની ગરમી માટે તૈયાર થઈ જાઓ.કારણ કે હવામાન વિભાગે આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી કરી છે. કચ્છમાં સિવિયર હિટવેવની અસર અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દીવમાં હિટવેવની વોર્નિંગ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં 39.3 અને ગાંધીનગરમાં 39.4 તાપમાન નોંધાયું છે. અત્રે જણાવીએ કે, ગુજરાતના દરિયાકિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ જોવા મળી શકે છે. ગુજરાતમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.
મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ નોંધાય તેવી શક્યતાઓ છે. તેમજ 20 માર્ચ પછી ફરી કાળઝાળ ગરમી પડશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે હવામાનમાં વધઘટ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
