<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

શિક્ષક સહાયક ભરતીને લઈ મોટી અપડેટ : ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને રિવાઇઝ્ડ જનરલ લિસ્ટ જાહેર

સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ: હવે પછી માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાશે :કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગાંધીનગર : શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. અત્રે જણાવીએ કે, શિક્ષણ સહાયક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સમાવેશ કરાયું છે તો હવે પછી માધ્યમિક માટે લિસ્ટ જાહેર કરાશે.

  શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું વાઇઝ્ડ જનરલ લિસ્ટ પ્રસિધ્ધ કરવાંમાં આવ્યું છે. તો શિક્ષણ સહાયક ભરતી -2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે. આ પણ જાણી લો કે, શિક્ષણ સહાયક ભરતી -2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના Document Verification કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

(6:47 PM IST)