<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

સુરતમાં કાર ચાલકની બેદરકારીને કારણે તોતિંગ ગેટ પડતાં ૪ વર્ષની બાળકીનું મોત

કાર ચાલકે ફ્લેટની બહારના ગેટને ટક્કર મારી હતીઃસમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૃ કરી છે પોલીસે આરોપી કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે

સુરત,તા.૧૫

સુરતમાં કાર ચાલકની બેદરકારીને કારણે ગેટ પડવાનાં ગેટ પડતાં ૪ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. કાર ચાલકે ફ્લેટની બહારના ગેટને ટક્કર મારી ત્યારે ગેટ બાળકી પર પડ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૃ કરી છે. પોલીસે આરોપી કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે.

સુરતમાં કુંભારીયા ગામની સુડા સહકાર રેસીડેન્સીમાં એક ૪ વર્ષની બાળકી પર દરવાજો પડતાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કાર ચાલકની બેદરકારીને કારણે ગેટ પડવાનાં ગેટ પડતાં ૪ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. કાર ચાલકે ફ્લેટની બહારના ગેટને ટક્કર મારી ત્યારે તોતિંગ ગેટ બાળકી પર પડ્યો હતો. ૪ વર્ષની બાળકીના મૃત્યુ બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બાળકી ગેટ નજીક રમતી હતી ત્યારે કાર ચાલકે ગેટને ટક્કરમારી હતી. તોતિંગ ગેટ બાળકી પર પડ્યો હતો. ગેટ નીચે દબાતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બાળકીનું મોત નીપજતા નેપાળી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.  સુડા આવાસમાં જ રહેતા કાર ચાલક યુવકની બેદરકારીા કારણે રોષે ભરાયેલ સોસાયટીના લોકોએ કારમાં તોડફોડ કરી હતી. રહીશોએ કાર ચાલકને પકડી ગોડાદરા પોલીસને સોંપ્યો છે. ગોડાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

 

(10:46 PM IST)