News of Saturday, 15th March 2025
રાજપીપળા M V રોડ પર મોપેડ ચાલક થાંભલા સાથે ભટકાતા મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા એમ.વી રોડ ઉપર પુરપાટ જતા મોપેડ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા નવા જ નાખેલા લાઇટ ના થાંભલા સાથે માથું ભટકાતા ગંભીર ઈજાઓ બાદ ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
મોત ને ભેટનાર યુવાન શાક માર્કેટમાં સેવ ઉસળ નો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેનું નામ કનૈયા દિનેશભાઈ માછી ઉર્ફે કાનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકને સિવિલમાં લઈ ગયા બાદ ત્યાં પીએમની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હકીકત જાણી ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
