<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

રાજપીપળામાં આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ ઘેરૈયાના ગ્રુપે આકર્ષણ જમાવ્યું

છોઉદેપુરના નસવાડી, દાહોદ, મંચમહાલ, ગોધરાના આદિવસીઓએ રાજપીપળાના જાહેરમાર્ગો પર ઘેરની રમઝટ બોલાવી

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે મુખ્ય માર્ગો પર ઘેરૈયાઓ એ રમઝટ બોલાવી હતી. એનિમલ માસ્ક અને ટ્રેડિશનલ ડ્રેસ થી સજ્જ તેમજ માથા ઉપર મોરપીચ્છ ની ટોપી સાથે આદિવાસી ઘેરૈયા એ બજારોએ ફરીને ઘેર માંગી હતી.

ખાસ કરીને આ ઘેરની મોટી ટીમ છોટાઉદેપુર, નસવાડી, કંવાટ, દાહોદ, મંચમહાલ, ગોધરા જેવા વિવિધ ગામો માંથી આવે છે અને જેઓનું એક મોટું ગ્રુપ છે જે દર વર્ષે રાજપીપળા ના બજારોમાં ઘેર માંગે છે. વર્ષોથી આ ઘેરિયા ની ટિમો હોળી ધુળેટીના દિવસે સવારથી બજારો માં ઘેર જમાવે છે, શુક્રવારે સવારથી થી રાજપીપળા ના જાહેર માર્ગો પર ઘેરિયા ઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. અને ઘેર ઉઘરાવી હતી. આદિવાસી સમાજ માં ઘેરની પરંપરા ચાલતી હોય આ સાંસ્કુતિક પરંપરા મુજબ ઘેર લઈને નીકળતા હોય છે ત્યારે કેટલાક લોકો બાધા પણ રાખી આ ઘેર લઇ નીકળતા હોય છે.
જોકે આ ઘેરૈયા લીમડાચોક વિસ્તાર માં હતા ત્યારે જૂની જેલ પાસે કાર્યરત વિનામૂલ્યે ભોજન આપતા કલ્પેશભાઇ મહાન સંચાલિત અન્નપૂર્ણા અન્નક્ષેત્ર માં સેવા આપતા મિકિતાબેન વસાવા એ આ તમામ ઘેરૈયા ને સામે થી ભોજન માટે આવકાર્યા હતા અને બધા ઘેરૈયા એ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર માં પેટભરીને ભોજન લીધું હતું અને આ સેવા કરનાર અન્નપૂર્ણા અન્નક્ષેત્ર ના સૌનો ઘેરૈયાઓ એ આભાર વ્યક્ત કર્યો હતો.

(11:04 PM IST)