News of Saturday, 15th March 2025
તિલકવાડા પોલીસે હોળીના તહેવારમાં ત્રણ ગામમાંથી ૩૦ હજારના અંગ્રેજી દારૂ સાથે ચાર ને દબોચી લીધા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: તિલકવાડા.પોલીસે હોળી ધુળેટી પર્વમાં ત્રણ અલગ અલગ ગામ માંથી અંગ્રેજી દારૂનો મુદામાલ ઝડપી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે પહેલા ગુના માં નરેશભાઈ રયજીભાઈ તડવી (રહે. વ્યાધર, પટેલ ફળીયુ તા. તિલકવાડા જી. નર્મદા) ને પોતાના એક મીણીયા થેલીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના પ્લા સ્ટીકના કવાટર નંગ-૦૯ કિ.રૂ.૯૦૦ તથા બીયર ટીન નંગ-૧૦ કિ.રૂ.૧,૩૦૦ મળી કુલ કિ.રૂ.૨.૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડું ગુનો દાખલ કર્યો હતો
જ્યારે બીજી રેડ માં ગીરીશભાઇ જમનાદાસ ભીલ (રહે. દેવલીયા, ટેકરા ફળીયુ તા. તિલકવાડા જી. નર્મદા) નાને પોતાના રહેણાક ઘરના પાછળ વાડાના ભાગેથી એક વિમલના થેલામાં ભારતીયો બનાવટનો ઇંગ્લીશ દારૂના પ્લા.ના કવાટર નંગ-૫૫ કિ.રૂ. ૭,૪૨૫/- તથા બીજી કંપની ના મલ્ટ વ્હીસ્કી પ્લા.ના કવાટર નંગ-૪૦ કિ.રૂ. ૫,૪૦૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૮૨૫/- નો મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
ત્રીજી રેડમાં દિપકભાઈ સુરેશભાઈ તડવી (રહે.ભાવપુરા ટેકરા તા. તિલકવાડા જી.નર્મદા )તથા મિતેશ કુમાર વિક્રમભાઇ બારીયા( રહે, લીમપુરા મહાકાળી ફળીયુ તા. તિલકવાડા જી. નર્મદા) નાઓ પોતાના કબ્જાની Hero કંપનીની Hf-Delax રજીસ્ટ્રેશન નંબર GJ-22-F-5538 ઉપર ગે.કા.ની વગર પાસ પરમીટની બે પ્લા.ની કેનમાં તાડી લીટર.૧૦ કી.રૂ.૧૦૦/-તથા મોટર સાઈકલ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- કુલ કિંમત રૂપિયા ૧૫,૧ ૦૦/-નો રાખી પકડાઇ જઇ ગુનો કરતા તિલકવાડા પોલીસે ઉપરોક્ત ત્રણેય ગુનામાં કાયદેસર કાર્યવાહી કરી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
