<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ દ્વારા શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર નાંદોદ ના ચાર શિક્ષિકાઓ નુ કરાયું સન્માન

(ભરત શાહ દ્વારા ) નર્મદા: જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં ચાર શિક્ષિકા બહેનોને મહિલા ગૌરવ સન્માન -૨૦૨૫ થી સન્માનિત કરાયા.
તાજેતરમાં જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઈન (Affiliated to giants welfare foundation Mumbai) દ્વારા ગુજરાતના શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે યોદ્ધા સમાન બહેનોને સન્માનિત કરવા જાયન્ટ ગ્રુપ ઓફ કલોલ મેઈનનાં પ્રમુખ મિતેશભાઈ જેઠવા, મંત્રી નટવરસિંહ ઈટાલિયા અને સમગ્ર ટીમ દ્વારા સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં નાંદોદ તાલુકાનાં પ્રા.શાળા જીઓરપાટી નાં આસિસ્ટન્ટ શિક્ષક નાશેહાબેન પઠાણ, પ્રા.શાળા સુંદરપુરાનાં આ.શિ. દિપ્તીબેન જાગસર અને પ્રા.શાળા રાણીપરાનાં મુ.શિ. નામિતાબેન મકવાણા અને પ્રા.શાળા નાના લીમટવાડાનાં આ.શિ. વસાવા મોનાબેનને ટ્રોફી તેમજ વુડન સર્ટિફિકેટ અને મેડલ પહેરાવી આ ચારેય બહેનોને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરેલ ઉમદા કાર્યને બિરદાવતા મહિલા ગૌરવ સન્માન- ૨૦૨૫ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

(11:20 PM IST)