<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th March 2025

અમદાવાદના નરોડામાં સદગુરુ લેન્ડમાર્ક સોસાયટીમાં બઘડાટી : છરી વડે હુમલો: 2 લોકોને ગંભીર ઈજા

અપશબ્દો બોલવા મુદ્દે શરૂ થયેલા વાદવિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષ ઉશ્કેરાઈ ગયા.

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સદગુરુ લેન્ડમાર્ક સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો. અપશબ્દો બોલવા મુદ્દે શરૂ થયેલા વાદવિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષ ઉશ્કેરાઈ ગયા. વાત એટલી વધી ગઈ કે એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો  જેના કારણે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આ ઘટનાનો સમગ્ર કિસ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે પોલીસ માટે મહત્વની સાબિતી બની શકે છે. પોલીસ તપાસમાં યોગેશ સોની અને દિલીપ સોની નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે.

હમલા બાદ નરોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તરફથી સ્થાનિક રહેવાસીઓને શાંતિ જાળવવા અને ઝઘડા કે હિંસક ઘટનાઓથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(12:36 AM IST)