<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

રાજ્યમાં ત્રણ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની સંભાવના

આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે

અમદાવાદ :હોળી બાદ રાજ્યમાં ગરમી વધવા લાગી છે. આગામી દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. એપ્રિલ મહિનાના કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 17 માર્ચથી 20 માર્ચ સુધી રોજ રાજ્યના દરિયાકાંઠાના અલગ-અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની સંભાવના છે.

19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધુ વધવાની સંભાવના છે, જ્યારે 10 મે આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી કરી છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર પહોંચાડી શકે છે. એપ્રિલ મહિનામાં પવન અને ચક્રવાત સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. 14 એપ્રિલથી જોરદાર પવન ફૂંકાઈ શકે છે, જ્યારે 19, 20 અને 21 એપ્રિલે દરિયા કિનારે તાપમાન ઉંચું રહી શકે છે. 26 એપ્રિલે અત્યંત ગરમી અનુભવાઈ શકે છે.

(12:16 PM IST)