<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

આપ નેતા ગોપાલ ઇટાલિયા આવ્યા વિક્રમ ઠાકોરના સમર્થનમાં :કહ્યું-અપમાનનો બદલો હવે લેવો જોઇએ.

ઠાકોર સમાજ મોટો સમાજ છે, તે ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે છે

 

અમદાવાદ :આપ નેતા ગોપાલ ઇટાલિયા વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. તેમને એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, ભાજપે અમુક સારા કલાકારોને અપવાદ રુપ બાદ કરતા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે નિમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ તેમનું સન્માન કરી ફોટો સેશન્સ કરી તેમજ મીડિયા સમક્ષ ભાજપના વખાણ કરાવવા માટે આ આખો પ્રોગ્રામ બનાવ્યો હતો.

આમાં જે સરકારી કલાકારો જોડાયા તેમનું કામ ફક્ત ભાજપના વખાણ કરવાનું છે. તેમજ ભાજપે કલાકારો વચ્ચે જ્ઞાતિ આધારીત ભેદભાવ કર્યો છે. આ બાબતથી દુખી થઇને વિક્રમ ઠાકોરે પોતાની પીડા જાહેરમાં વ્યક્ત કરી હતી. તેમજ ભાજપે જે જ્ઞાતિ આધારિત ભેદભાવ કર્યો છે, તે અયોગ્ય છે. વિક્રમ ઠાકોરને ભાજપે વિધાનસભા જોવાનું આમંત્રણ ન આપ્યું માટે તેમને હવે પાંચ વર્ષ માટે ચૂંટાઇને વિધાનસભામાં જાય તેવો નિર્ણય લેવો જોઇએ. તેઓ હવે જે પાર્ટીમાં જવા માંગતા હોય તે પાર્ટી જોઇન કરવી જોઇએ. ઠાકોર સમાજ મોટો સમાજ છે, તે ધારે ત્યારે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનાવી શકે છે. વિક્રમ ઠાકારે અપમાનનો બદલો હવે લેવો જોઇએ

(1:00 PM IST)