<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

વડોદરામાં રજણના કોઠાવ ગામે પશુ માટે તારની વાડમાં છોડેલો કરન્ટ સાળા-બનેવીને ભરખી ગયો

શાળા બનેવીને કરંટનો જોરદાર ઝટકો લાગતા ખેતરમાં જ તેઓ મોતને ભેટ્યા હતા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ધૂળેટીના દિવસે સાળો અને બનેવી ગુમ થયા હતા. જેમની શોધખોળ માટે પોલીસે ડ્રોન પણ ઉડાવ્યા હતા. અંતે બંનેના મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ખેતરમાં પશુ માટે તારની વાડમાં છોડેલો કરંટ બંનેના મોતનું કારણ બન્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ધુળેટીના દિવસે સાળો અને બનેવી ગુમ થયા હતા. કરજણ તાલુકાના કોઠાવ ગામેથી સાળો અને બનેવી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેઓની શોધખોળ હાથ ધરી હતી. અંતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બંનેની શોધ ખોળ હાથ ધરી હતી. જો કે તેમ છતાં પણ કોઈ પતો નહીં લાગતા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. ડ્રોન ઉડાવતા બંનેના મૃતદે શોધવામાં સફળતા મળી હતી.

ખેતરમાંથી બંનેના મૃત્યુ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પશુ માટે તારની વાડમાં છોડેલો કરંટ બંનેના મોતનું કારણ બન્યો હોવાનું સામે આવ્યું છે. શાળા બનેવીને કરંટનો જોરદાર ઝટકો લાગતા ખેતરમાં જ તેઓ મોતને ભેટ્યા હતા. ખેતરમાં પાણી જોવાનું કહીને બંને ઘરેથી ખેતરે જવા નીકળ્યા હતા. જોકે ઘરે તેમના મૃતદેહ આવ્યા હતા. સાળો અને બનેવી બંનેના મોતથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ બન્યો છે.

(1:09 PM IST)