<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

અમદાવાદની ઘટનાના ઘેરા પડઘા: ગાંધીનગરમાં આજે ચાર વાગે લો એન્ડ ઓર્ડરને લઈ મહત્વપૂર્ણ બેઠક

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.17 ત્રણ દિવસ પહેલા અમદાવાદમાં લુખ્ખાઓએ મચાવેલ જાહેરમાં આંતકના મામલે રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોવાનું સામે આવતા તેના ઘેરા પડઘા પડ્યા છે કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ફરીવાર ચિથરા ન ઉડે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં આજે ચાર વાગે આવા તત્વો ઉપર તૂટી પડવા ઞાંધીનઞર ખાતે એક મહત્વની મીટીંગ બોલાવવામાં આવી છે.

 

આ બૂૂકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય,રાજ્યના તમામ આઈ.જી.,પોલીસ કમિશનર અને એસ.પી. આ બેઠકમાં હાજર રહેશે અને આગામી દિવસોમાં આવા અસામાજિક અને લુખ્ખાઓ ઉપર તૂટી પડવા અંગે ચર્ચાઓ થશે અને આગામી દિવસોમાં આવા લુખ્ખાઓ જાહેરમાં આંતક ન મચાવે એ માટે રણનીતિ પણ ઘડવામાં આવશે.

(4:41 PM IST)