તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 17th March 2025
સિકસલેન બનાવવાનું કામ ૮૦ ટકા પૂર્ણ થવાની તૈયારીમાં ૩૭ જેટલા ફલાય ઓવર બનાવાયાઃ પૂર્ણેશ મોદી
રાજકોટ- અમદાવાદ હાઇવે સિકસલેન બનાવવા બાબતે ડો. દર્શીતા શાહે પુછેલા પ્રશ્નનો જવાબ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજકોટ અમદાવાદ રસ્તાને સીકસ લેન બનાવવા બાબતે રાજકોટના ધારાસભ્ય ડો. દર્શીતા શાહ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના ઉત્તરમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, તા. ૩૧/૧ર/ર૪ ની સ્થિતિએ આ સીકસ લેનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આમાં અંદાજે ૩૩પ૦ કરોડનો ખર્ચ થશે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ કામગીરી ર૩૩ કિ.મી. લેવલની કામગીરી ચાલું કરવામાં આવી છે. જેમાં ૮૦ ટકા કામગીરી પૂર્ણ થવાની તૈયારી છે. ૩૭ જેટલા ફલાય ઓવર બનાવવામાં આવેલ છે. આને કારણે અકસ્માતનું પ્રમાણમાં ઘટશે.
આ તમામ કામગીરી સતત પ્રગતિમાં છે આગામી ડિસેમ્બર માસ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થશેઃ ૧૯૩ કિ.મી. ની કામગીરી પૂર્ણ થવાની તૈયારી છે. આગામી ટુંક સમયમાં આ કામગીરી બને તેટલી ઝડપથી પૂર્ણ કરવામા઼ આવશે. થોડા વિલંબ થવામાં જમીન સંપાદન, ખેડૂતોને થતી જમીન સંપાદન વગેરે પ્રશ્નોના કારણે વિલંબ થયો છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
