<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

હવે અસામાજિક તત્વોની ખેર નહીં: આજથી જ ગુન્હેગારોને ડામવા થશે કાર્યવાહી :ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ

ગૃહ મંત્રીએ પોલીસ અધિકારીઓને ટકોર કરી છે. DySpથી ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવું પડશે

અમદાવાદ : રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુનેગારોને ડામવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચન કર્યું છે. કાયદો અને વ્યવસ્થાને લઈ યોજાયેલી બેઠકમાં ગૃહ મંત્રીએ પોલીસ અધિકારીઓને ટકોર કરી છે. DySpથી ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ આપવું પડશે તેમજ ક્રાઈમ રેટ ઘટ્યો કે વધ્યો એ પણ મુલ્યાંકન થશે. સાથો સાથ 100 કલાકમાં તૈયાર કરાયેલ લિસ્ટ પર પગલા ભરવા આદેશ આપવામાં આવ્યો છે

ગૃહ મંત્રીના સૂચનાના પગલે હવે SP અને DCPએ તેનાથી ઉપરના અધિકારીઓને રિપોર્ટ કાર્ડ આપવાનું રહેશે અને IPS અધિકારીઓના રિપોર્ટ કાર્ડ રિવ્યુ કરાશે. જેમનો રિવ્યું ગૃહ મંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કરશે. બેઠકમાં અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તેના પર ભાર મુકાયો છે અને 100 કલાકમાં તૈયાર કરાયેલ લિસ્ટ પર પગલા ભરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. ગુનાહિત ઇતિહાસ સામાજિક તત્વો સામે આજથી જ એકશન લેવી તેવી પણ પોલીસ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

જાહેર માર્ગો કે જાહેર જગ્યા ઉપર ટપોરીઓ કે સામાજિક તત્વો પર તરત જ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે. સાથો સાથ ગૌ હત્યાના કેસોમાં ખૂબ જ ગંભીરતાથી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે જ્યારે હથિયારો અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ફરતા તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવી અને તમામ સરહદી જિલ્લાઓ ઉપરની બોર્ડર પર સધન ચેકિંગ વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે

(8:28 PM IST)