News of Monday, 17th March 2025
રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગરમાં 1371 રૂપિયા સુધી બોલાયો:જાણો 18 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 756.12 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 18 માર્કેટ યાર્ડમાં કુલ 756.12 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1371 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1102 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હિંમતનગરમાં 1300 રૂ., હળવદમાં 1240 રૂ., કાલાવડમાં 1225 રૂ., ગોંડલમાં 1151 રૂ., જસદણમાં 1091 રૂ., ધ્રોલમાં 1090 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 756.12 ટન મગફળીની આવક થઇ છે.


(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
