News of Monday, 17th March 2025
રાજયમાં લીંબુનો ઉંચો ભાવ વઢવાણમાં 3000 રૂપિયા સુધી બોલાયો : જાણો 14 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 167.52 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 167.52 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) વઢવાણ માર્કેટ યાર્ડમા 3 હજાર રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2600 રૂ. અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 2600 રૂ., નવસારીમાં 2500 રૂ., અમદાવાદમાં 2400 રૂ., મહેસાણામાં 2300 રૂ., અંકલેશ્વરમાં 2200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 150 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 167.52 ટન લીંબુની આવક થઇ છે.


(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
