હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, રાજપીપલા ખાતે... નારી અદાલતની સમજ અને મહિલા સશક્તિકરણ સંમેલન કાર્યક્રમ યોજાયો
મહાનુભાવો દ્વારા મહિલાઓના પોષણ, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ વિશે માર્ગદર્શન અપાયું: જિલ્લા અને તાલુકા કક્ષાના વિજેતાઓને 'માતા યશોદા એવોર્ડ' આપી સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લામાં પંચાયત નર્મદાના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લા પંચાયતના મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દક્ષાબેન વસાવાના અધ્યક્ષપદે ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, રાજપીપલા ખાતે 'નારી અદાલતની સમજ અને મહિલા સશક્તિકરણ સંમેલન' યોજાયો હતો.
આ પ્રસંગે દક્ષાબેન વસાવાએ જણાવ્યું કે, આજકાલ દરેક સમાજની પ્રત્યેક મહિલા સશક્ત અને આત્મનિર્ભર બની રહી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા સાથે નારી સ્વનિર્ભર બની છે. મહિલાઓ પર થતા અત્યાચાર અને શોષણ અતિત બને તે માટે સરકાર સખતાઈથી કામગીરી કરી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બનીને પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધીને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરી રહી છે. નર્મદા જિલ્લાના આકાંક્ષી જિલ્લાની આદિવાસી મહિલાઓ પણ પાછળ ન રહે અન્ય સમાજના હરોળમાં ગૌરવ સાથે કદમ મિલાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને વિવિધ કાર્યક્રમો સંમેલનો દ્વારા મહિલા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આ તકે ઇ. આઈ.સી.ડી.એસ. ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે પણ મહિલા અને બાળ વિકાસ માટે પોષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહત્વ બહેનોને સમજાવ્યું હતું. ઉપરાંત, સ્ત્રી શિક્ષણનું રાષ્ટ્રના વિકાસમાં વિશેષ મહત્વ છે તે વિશે પણ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ અધિકારી જે. બી. પરમાર દ્વારા મહિલા સશક્તિકરણ અને તેમના સર્વાંગી વિકાસ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓને નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કે.વી.કે. દેડિયાપાડાના વૈજ્ઞાનિક ડો. મીનાક્ષીબેન તિવારીએ પ્રાકૃતિક ખેતી, મહિલા ગૃહ ઉદ્યોગ અને આહારમાં મિલેટ્સના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને પોષણ પર વિશેષ ભાર
આ કાર્યક્રમ દરમ્યાન મહિલાઓને બંધારણમાંથી મળેલા હક્કો, અધિકારો અને કાયદાઓ પર તજજ્ઞ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, નારી અદાલત, ઘરેલું હિંસા, 181 અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર અને સાયબર ક્રાઇમ જેવી સેવાઓની સમજ તેમજ મહિલા વિષયક વિવિધ સરકારી યોજનાઓ, સ્વરોજગાર તાલીમ, આરોગ્યલક્ષી યોજનાઓ અને આઈ.સી.ડી.એસ. યોજનાઓ પર સંમેલનમાં માહિતી આપવામાં આવી હતી.
લાભાર્થીઓ દ્વારા યોજનાઓના મળેલા લાભો અને તેમના પ્રતિભાવ પ્રેક્ષાગૃહમાં ઉપસ્થિત બહેનોએ સફળવાર્તા સંભળાવી હતી. ઉપરાંત, નર્મદા જિલ્લા અને તાલુકા કક્ષાના વિજેતાઓને 'માતા યશોદા એવોર્ડ' આપીને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌએ પોષણ વિશે સામુહિક શપથ લીધા હતા. સ્વસ્થ બાળક સ્પર્ધાના મહિલા વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં વડિયા સરપંચ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સુ રશ્મિકાબેન વસાવા, નાંદોદના સંકલિત બાળ વિકાસ અધિકારી સુ મોસમબેન પટેલ સહિત, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગની ટીમ, સખી વન સ્ટોપ અને 181 અભયમની ટીમ હાજરી આપી આ મહિલા સંમેલનને સફળ બનાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
