તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 17th March 2025
કરજણ થી રાજપીપળા આવતી એકમાત્ર એસટી બસ અનિયમિત હોવાથી મુસાફરો ને હાલાકી
સોમવારે પણ બસ કરજણ થી રાજપીપળાના પ્રવેશદ્વાર કાળાઘોડા સુધી આવ્યા બાદ ડેપોમાં આવવાના બદલે ત્યાંથી પરત કરજણ ફરી હતી:ઘણા મુસાફરો રાજપીપળા ડેપોમાં બસની રાહ જોઈ બેઠા હતા પરંતુ બસ કાળા ઘોડાથી પછી વળી જતા મુસાફરો અટવાયા

(ભરત શાહ દ્વારા )નર્મદા :કરજણ ડેપોથી રાજપીપળા આવતી એકમાત્ર એસટી બસ અનિયમિત હોવાના કારણે વારંવાર ડેપો સંચાલકો અને મુસાફરો વચ્ચે માથાકૂટ જોવા મળે છે ત્યારે આજે સોમવારે આ બસ કરજણથી રાજપીપળા આવી તો ખરી પરંતુ ડેપો પર નહી આવી અધવચ્ચેથી પરત જતા ડેપોમાં રાહ જોઈ ઉભેલા મુસાફરો અટવાતા કન્ટ્રોલર સાથે માથાકૂટ કરતા નજરે પડ્યા હતા
કરજણથી બપોરે 12 વાગે ઉપડતી રાજપીપળા ની બસ આજે કોઈક કારણોસર એક વાગે ઉપડી ત્યારબાદ રાજપીપળા ડેપો પર પૂછપરછ કરવા ગયેલા કરજણ જતા મુસાફરોને કન્ટ્રોલર એ જવાબ આપ્યો કે બસ રાજપીપળાના કાળા ઘોડા પર લોકેશન બતાવે છે માટે હમણાં તૈયારી છે ત્યારબાદ ઘણીવાર લાગતા કન્ટ્રોલરએ ફરી લોકેશ ચેક કર્યું તો કરજણ ડેપોથી આવેલી બસ નંબર 8643 પાછી કરજણ જતી લોકેટ થતા કન્ટ્રોલર એ કરજણ ડેપો પર ફોન કરી તપાસ કરી તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે રાજપીપળામાં કોઈ વરઘોડો હોવાના કારણે બસ ડેપો માં આવી નથી..હવે આ એકદમ જૂઠાણું જ હોવાનું લાગ્યું કેમકે રાજપીપળા ડેપો ની બધી બસો આ રુટ પરથી ડેપો માં આવતી જ હતી તો કરજણ ની બસ ને કયો વરઘોડો નડ્યો..? આમપણ આ બસ મહિનામાં ઘણા દિવસો આવતી નથી ત્યારે જાણે કરજણ ડેપો વાળા પરાણે આ બસ ચલાવતા હોય એમ લાગ્યુ. જોકે આ રામાયણમાં દરરોજ કેટલાય મુસાફરો અટવાઈ રહ્યા છે માટે કરજણ થી રાજપીપળા આવતી જતી બસ નિયમિત કરાઈ તેવી મુસાફરો ની માંગ છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
