News of Monday, 17th March 2025
કંથરપુરા ગામના યુવાને પત્નીના વિરહમાં ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં પત્નીના વિરહમાં કંટાળેલા યુવાને ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો
મળતી માહિતી અનુસાર સંતોકબેન સોમાભાઇ બબાભાઇ બારિયા (રહે. મોટા ફળીયા કંથરપુરા તા તિલકવાડા જી નર્મદા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમનો દીકરો દિનેશભાઈ સોમાભાઈ બારીયા( ઉ.વ.આ.૩૫)( રહે કંથરપુરા મોટા ફળીયા તા-તિલકવાડા જી. નર્મદા)નાઓએ પોતાની પત્ની સાથે ચારેક વર્ષ પહેલા છુટા-છેડા થઈ ગયેલ હોય ત્યારથી પોતાના મનમાં ચિંતા થતી હોય અને લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતા હોય તેના કારણે કંટાળીને પોતાને મનમાં લાગી આવતા પોતાની જાતેથી મોનોકોટો નામની કપાસમાં છાંટાવાની ઝેરી દવા પી જતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાના ગરૂડેશ્વર ખાતે સારવાર માટે લઈ જતા ત્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પીટલમાં રિફર કરતા રાજપીપળા સિવિલ હોસ્પીટલ ખાતે ફરજ ઉપરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા તિલકવાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
