News of Monday, 17th March 2025
કોલવાણ ગામના શિક્ષક પાસેથી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી રૂ.૨૬,૧૨,૯૯૯ ખંખેરી લીધા
પોલીસ અધિકારી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન, નાણા મંત્રાલય મહેસુલ વિભાગ ભારત સરકાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારી તથા કોર્ટના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવણ ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે ખોટી ઓળખ આપી એક શખ્સે લાખો રૂપિયાનો ચુનો ચોપડતા શિક્ષકે ફરિયાદ આપી છે
મળતી માહિતી અનુસાર દિનેશભાઈ જેમાભાઈ વલવી, પોતે શિક્ષક (રહે. કોલવાણ તા.સાગબારા જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમને (૧) વોટસએપ મોબાઈલ નં-૭૦૭૭૬૩૧૪૧૦ ના ધારક/વપરાશકર્તા નામની અજાણી વ્યક્તિ તથા (૨)અલગ-અલગ બેન્ક એકાઉન્ટના ધારક/વપરાશકર્તા નામના અજાણી વ્યક્તિ નાઓએ પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન તથા નાણા મંત્રાલય મહેસુલ વિભાગ ભારત સરકાર તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારી તથા કોર્ટના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટસએપ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડિયો કોલ કરી એકબીજા સાથે મળી આ ઠગો એ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ધરપકડ કરવાની ધમકી આપી ખોટા લેટટરપેડ ઉપર બનાવટી સહી-સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટસએપના માધ્યમથી મોકલી ડરાવી-ધમકાવી કુલ રૂપિયા ૨૬,૧૨,૯૯૯/-(અંકે છવ્વીસ લાખ બાર હજાર નવ સૌ નવ્વાણુ પુરા) બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવી છેતરપિંડી કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
