News of Monday, 17th March 2025
રાજપીપલાની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિરનો દ્વિદીવસીય પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ
ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી, મા હરસિદ્ધિ નગરચર્યાએ નીકળ્યા, માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું : ખાસ રથમા મન્દિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપબનેલ માતાજી શણગારેલ રથમા જોડાયાં

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપલાની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિરનો દ્વિદીવસીય પ્રાગટ્ય મહોત્સવનો આજે પ્રારંભ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક થયો હતો. રાજપીપલા હરસિદ્ધિ મંદિર ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી હતી. જેમાં મા હરસિદ્ધિ નગરચર્યાએ નીકળતા માતાજીના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.આ ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંસદ મનસુખ વસાવા ના હસ્તે નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.સાથે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નગરપાલિકા કારોબારી અઘ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પી. ડી.વસાવા સહિત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે મહિલા મંડળો, યુવા મંડળો, સહિત ભક્તો હાજર રહ્યા હતા.
નગર યાત્રામાં ખાસ રથમા મન્દિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપબનેલ માતાજી શણગારેલ રથમા જોડાયાં હતા. ઇ. સ 1657 માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા. તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વાઘ પર સવારી કરનાર મા હરસિધ્ધિ માતાજી સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાન સાથેના ટેબલા સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભુત થયા હતા. ખાસ રથમા મન્દિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ માં શણગારેલ રથમા બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.ખાસ તો મંદિરના ગર્ભ ગૃહમાં મુકેલ મા હરસિધ્ધિની તસવીર પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંખી જોવા લોકટોળાં ઉમટ્યાહતા જયારે હરસિધ્ધિ મન્દિર, ઉજ્જૈન મન્દિર, કોયલા ડુંગર સહીત વીર વૈતાલની ઝાંખી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
એ ઉપરાંત બાલિકાઓની કળશ યાત્રા સાથે જોડાઈ હતી તેમજ મોટી સંખ્યા મહિલાઑ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રથમા બિરાજમાન રાજવી પરિવાર સાથે નગરજનો પણ નગરયાત્રામાં જોડાયાં હતા.પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.પ્રાગટ્ય દિવસે આખો દિવસ ભક્તો હજારોની સંખ્યામાંમાતાજીના દર્શને ભક્તો ઉમટ્યા હતા અન્નફૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી
રાજપીપલાના રાજવી પરિવારની કુળદેવી અને લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જેની સાથે જોડાયેલી છે તે મંદિરને મંદિરને 300 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયુ હતું.એ ઉપરાંત ત્રણ રથ, બે બગી નું આકર્ષણ જામ્યું હતું 13 જેટલાં સ્થળોએ લાઇટિંગ રોશની આતશબાજી ડીજે ઇવેન્ટનું આકર્ષણ તથા વિવિધ સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત દર્શન માટે ભારે ભીડ જામી હતી
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
