<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

બિતાડા ગામે જમીનમાં દાટેલા રૂ ૪૬,૩૫૦/- નો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી  જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા તેમજ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ રાખી નાકાબંધી દ્વારા વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવાના કડક સુચના આપતા પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી. અંગેની વોચ તેમજ પેટ્રોલીંગમા રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં હતા ત્યારે એ.એસ.આઈ કિરણભાઈ રતિલાલ એલ.સી.બી તથા એ.એસ.આઈ ભંગાભાઈ ગોવિદભાઈ એલ.સી.બી નર્મદાનાઓને સયુક્ત રાહે મળેલ બાતમીના આધારે હરેશભાઈ શંકરભાઇ વસાવા,( રહે.બિતાડા તા.નાદોદ જી.નર્મદા) પોતના ઘરની નજીક પડતર જમીનમાં સંતાડેલ મિણીયા કોથળાની અંદર વિસ્કી પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ-૩૦૯ કિમત રૂપિયા ૪૬,૩૫૦ નો પ્રોહી.મુદ્દામાલ ઝડપી પાડતી ટીમ એલ.સી.બી નર્મદા, જોકે આ રેડ માં દારૂ રાખનાર હરેશભાઈ શંકરભાઇ વસાવા ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે

(11:30 PM IST)