<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

નર્મદા જિલ્લામાં ફિંગરપ્રિન્ટ ઓટીપી સહિતના દસ્તાવેજો વિના બેંકમાંથી રૂપિયા ઉપાડવાનો નવો કીમિયો

કેટલાક ભોગ બનનારા ઓએ બેંક ખાતામાંથી જાણ બહાર રકમ ઉપડેલ હોય જેની તપાસ કરી રકમ પરત અપાવવા પોલીસની મદદ માંગી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં હાલમાં નવી પધ્ધતિથી સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે જેમાં ગાઠિયાઓ ફિંગરપ્રિન્ટ ઓટીપી કે અન્ય કોઈપણ દસ્તાવેજ વિના લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હોવાની વાત જાણવા મળી છે.
   નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં કેટલાક લોકો આવા ફ્રોડના શિકાર બન્યા છે જેમાં ધાનપોર, કરાઠા જેવા કેટલાક ગામોના વ્યક્તિઓ ભોગ બન્યા છે અને કેટલાકે આ માટે પોલીસને પણ જાણ કરી છે જેમાં ધાનપોરના નિકુંજ પટેલે પણ ભોગ બન્યા હોય તેમના જણાવ્યા મુજબ તેમનુ ઇન્ડસલેન્ડ બેંક રાજપીપલા માં બચત ખાતું ચાલે છે. જેમાંથી તારીખ-૨૭/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧.૩૦ ની આસપાસ તેમના બચત ખાતામાંથી રુપયા – ૯, ૮૦૦/- તેમની જાણ બહાર ઉપડી ગયેલ હોવાથી તેમણે  આ બેંક અને રાજપીપળા પોલીસમાં લેખિત રજૂઆત કરી યોગ્ય તપાસ કરી આ રકમ તેમના ખાતામા ફરી જમા થાય તે મુજબની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. અને આવી રીતે બીજા કેટલાક લોકો પણ ભોગ બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

(11:32 PM IST)