<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

સુંદરપુરા રોડ પર અલ્ટોમાંથી બહાર ખેંચી હોકી સ્ટીક અને લાકડી વડે માર મારનાર ૧૧ સામે રાયોટિંગ દાખલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામના રોડ ઉપર એક વ્યક્તિને ગાડીમાંથી બહાર ખેંચી માર મારનાર અગિયાર લોકો વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસાર ગણેશભાઇ ડાહ્યાભાઇ વસાવા ( રહે.સુંદરપુરા હોળી ચકલા ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ સુંદરપુરા ગામના રોડ ઉપર બનેલ ઘટનામાં તેઓ પોતાના ખેતરે દેખરેખ રાખવા માટે જતા હતા તે વખતે એક વ્યક્તિ એ તેમને તેમની મારૂતી સુઝુકી અલ્ટો ગાડીમાંથી બહાર ખેંચી ગડદાપાડુ તથા હોકી સ્ટીકથી માર મારી તેમજ બીજાએ લાકડી વડે માર મારી અને ક્રેડા ગાડી તેમજ ઇકો ગાડીમા આવેલા બીજા નવ વ્યક્તિઓ એ ત્યાં આવી ગમે તેમ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી તેમને બરડાના ભાગે, જાંગ ઉપર તથા જમણી આંખ ઉપર હોકી સ્ટીક તથા લાકડી તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એક સંપ થઈ ગે.કા મંડળી બનાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે રાયોટિંગ દાખલ કરી છે. હાલ ગણેશભાઈ વસાવા રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.

(11:34 PM IST)