News of Tuesday, 18th March 2025
ઈડરના જાદર પાસેના અચરાલ ગામના કુવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો: શરીર પર ઇજાના નિશાન
પોલીસનું માનવું છે કે કોઈએ તેની હત્યા કરીને કુવામાં નાખી દીધી હોય: પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

સાબરકાંઠાના ઈડરના જાદર પાસેના અચરાલ ગામના કુવામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહના કરેલ પ્રાથમિક અવલોકનમાં મૃત મહિલાના શરીર પર કેટલીક ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે, મહિલાને શરીર પર ઇજાઓને ધ્યાને લઈને હત્યાની આશંકાએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે કોઈએ તેની હત્યા કરીને કુવામાં નાખી દીધી હોય. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની ધારણા પોલીસ રાખી રહી છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
