તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 18th March 2025
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુનાહીત ઈતિહાસ ધરાવનારા 1100 લોકોની યાદી કરી તૈયાર
આ તમામ ગુનેગારો સામે ગુજસીટોક, પાસા અને તડીપાર કરીને એક્શન લેવાશે.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે, ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં 1100 લોકોના નામનો સમાવેશ થાય છે. આ તમામ ગુનેગારો સામે ગુજસીટોક, પાસા અને તડીપાર કરીને એક્શન લેવાશે.
પોલીસ કમિશ્નર જી એસ મલીકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે 3 કલાક સુધી મીટીંગ કરી હતી. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા બનાવ્યો છે એક્શન પ્લાન. રીઢા ગુનેગારો અને અગાઉના ગેંગના આરોપીઓની તપાસ શરૂ કરાઇ છે.
સોશિયલ મીડિયા પર હથિયારો સાથે વીડિઓ વાયરલ કરનાર ટપોરીઓ પર પોલીસ રાખશે નજર. નજીકના ભૂતકાળમાં પોલીસે, તેમનો વોટ્સએપ નંબર જાહેર કરીને, લોકોને ટપોરીઓ અંગેની માહિતી આપવા અપીલ પણ કરી છે. ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ડર બનાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાયદામાં રહીને ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચન કર્યું છે.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
