<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ઉના દેલવાડાના આયુર્વેદિક ગોલ્‍ડ મેડાલીસ્‍ટ વૈદ્ય પાંચાભાઇનું અમદાવાદમાં સન્‍માન

વૈદ્ય પાંચાભાઇ દ્વારા દર મહિના પ્રારંભના ૩ દિવસ વિનામૂલ્‍યે યોગ શિબિરઃ ગીર ગાયના દુધ ઘી ગોૈ મુત્રનો આયુર્વેદિક દવા બનાવવામાં ઉપયોગ

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧૮: તાલુકાના દેલવાડાના એમ.ડી. આયુર્વેદિક ગોલ્‍ડ મેડાલીસ્‍ટ વૈદ્ય પાંચાભાઇનું અમદાવાદમાં તેની શ્રેષ્‍ઠ આયુર્વેદિક સારવાર પધ્‍ધતિ માટે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઊના તાલુકા ના દેલવાડા ગામે જન્‍મેલા અને ઊનામાં દેલવાડા રોડ આવેલ આરોગ્‍ય મંદિર મા છેલ્લા ૩૫થી વધુ વરસો થી આર્યુવેદ પધ્‍ધતિ થી અસાધ્‍ય બીમારી ની સારવાર કરતાં એમ.ડી. આર્યુવેદિક ગોલ્‍ડ મેડાલીસ્‍ટ ડિગ્રી પ્રાપ્ત કરેલ સરળ અને મળદુ ભાષી જેનું નામ સમગ્ર ગુજરાત મા આર્યુવેદ જગત મા જાણીતું છે તે વૈધ પાંચ ભાઈ વરજાંગ ભાઈ દમણિયા નું તાજેતર માં અમદાવાદ મુકામે યોજાયેલ ગુજરાત બોર્ડ ઓફ આર્યુવેદિક એન્‍ડ યૂનાની સિસ્‍ટમ મેડીસીન દવારા યોજાયેલ વંદે આયુકોન ૨૦૨૫ સમારોહ મા ગુજરાત રાજ્‍ય ના આરોગ્‍ય મંત્રી ઋષિકેશ ભાઇપટેલ અને કેન્‍દ્ર ના આયુષ મંત્રાલય ના સચિવ રાજેશ ભાઈ કોટેચા ની હાજરી માં શ્રેષ્ઠ આર્યુવેદ ચિકત્‍સક તરીકે વૈધ પાંચ ભાઈ દમણિયા નું ચિકિત્‍સા વિસારદ  ના એવોર્ડ થી સન્‍માન કરી શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.  અગાઉ વૈધ પાંચ ભાઈ નું ૨૦૨૩માં રાષ્‍ટ્રીય ધન્‍વન્‍તરિ પુરસ્‍કાર થી તેમજ સોમનાથ મુકામે યોજાયેલ ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દવારા ડી.લીટ ની પદવી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ ભારત ભર ના જુદા જુદા રાજ્‍યો મા અનેક વિવિધ સંસ્‍થાઓ દ્વારા તેમનું વિવિધ એવોર્ડ થી સન્‍માન કરવામાં આવ્‍યું છે.

વૈધ પાંચ ભાઈ દમણિયા પોતે આરોગ્‍ય મંદિર ની ઉપર દર અંગ્રેજી માસ ના પ્રથમ ત્રણ દિવસ વહેલી સવારે વિના મૂલ્‍યે યોગ શિબિર યોજે છે. તેમજ દર રવિવારે સવારે સાત વાગે યોગ મંદિર મા ધનવંતરી યજ્ઞ યોજાય છે. તેમજ તેમણે એક નંદિની ગૌશાળા  માં વીસ થી વધુ ગીર ગાય નું પાલન કરી તેમના દૂધ ઘી, અને ગૌ મૂત્ર અને ગોબર નું આર્યુવેદ દવા મા ઉપીયોગ કરે છે તે દર અઠવાડિયા મા ચાર દિવસ સુર્યદય થી સૂર્યાસ્‍ત સુધી લોકો ની ચિકિત્‍સા કરે છે તેમજ દર મંગળ વારે કેન્‍સર ના રોગ ના દર્દીઓ ને તપાસી સારવાર આપે છે. તેમણે એડ્‍સ ઉપર સારવાર નું પુસ્‍તક  લખેલ છે.

(11:52 AM IST)