News of Tuesday, 18th March 2025
બનાવટી નોટોનાં સ્વર્ગ એવા પશ્ચિમ બંગાળના માલદામાંથી મૂળ ભાવનગર પંથકના બન્ને લોકો હોલસેલ ભાવે નકલી નોટો ખરીદી લાવેલ
હાઈ ક્વોલિટીની નકલી નોટોનાં માસ્ટર માઇન્ડ ગુરુજી સામે જુનાગઢથી માંડી કલકત્તા સુધી કેન્દ્રીય એજન્સીઓમાં ગુન્હા નોંધાયા છેઃ અકિલા સમક્ષ પીઆઇ અશોક ચોધરી વાયરલ ઘટનાની સ્ફોટક બાબતો ઉજાગર કરી આઇબીનાં કાર્યકાળ લીધે કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંબંધ ધરાવતા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત સાથે આર્થિક રાજધાની તબાહ કરે તેવા ઇન્ટરનેશનલ માસ્ટર માઇન્ડ અંગે શંકા વ્યકત થતાં રણનીતિ ઘડાયેલ ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં બનેલી વિવિધ ટીમો હિતેશસિંહ, અને રાજુભાઈ સહિતનાં સ્ટાફ મૂળ સુધી પહોંચી ગયા

રાજકોટ, તા. ૧૮: ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા અને ગુજરાતની આર્થિક રાજધાની સુરતની ઇકોનોમી ખત્મ કરવા માટેનાં કાવતરાનાં પર્દાફાશ દરમિયાન ખૂબ ચોકવનારી વિગતો પ્રકાશમાં આવી હોવાનું sog પીઆઇ અશોક ચોધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે બનાવટી નોટોનાં સ્વર્ગ જેવા પヘમિ બંગાળનાં માલદામાંથી બનાવટી નોટો ખરીદી સુરતમાં ચલણમાં મૂકવાની ભીતિ જેની સામે આ પ્રકારના અડધો ડઝનથી વધુ ગુન્હા નોંધાયેલ છે તેવી ગેંગ દ્વારા અજમાવવામાં આવે તેની સામે કેન્દ્રીય એજન્સી ગુન્હા દાખલ કરી ચૂકી છે તેવી એજન્સીઓ દ્વારા સુરત સીપી અનુપમસિંહ ગેહલોતનાં આઇબી વડા તરીકેના કોન્ટેક્ટ આધારે ધ્યાન આકર્ષિત કરવામાં આવેલ. તેવો દ્વારા તુરંત આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, sog dcp રાજદીપસિંહ નકુમ વિગેરે સાથે ચર્ચા કરી આખી રણનીતિ બનાવી અને આવા અનેક મહત્વની બાબતોમાં પરિણામલક્ષી કામગીરી કરી ચૂકેલા sog પીઆઇ અશોક ચોધરીને સુકાન સુપરત થતાં આખું બાતમિદાર નેટવર્ક એક્ટિવ કરેલ.
મહીનાથી વોચ રાખવામાં આવી રહેલ હતી.
દરમ્યાન એસ.ઓ.જી.,ના એએસઆઇ હિતેષસિંહ દિલિપસિંહ તથા એચસી રાજુભાઈ ભિમાભાઇ નાઓને મળેલ બાતમી આધારે ઘર નં.૨૬, પહેલો માળ, બાપાસિતારામ સોસાયટી, માનસરોવર સ્કુલની સામે, પુણાગામ સુરત શહેર ખાતે રેઇડ કરી રૂ.૯,૦૦૦/-ની ભારતીય બનાવટી ચલણી નોટો સાથે આરોપી (૧) વિજય નરશીભાઇ ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો.કેટરીંગ કામ રહે,પર નં.૩૨, રામદેવ સોસાયટી, પુણાગામ તળાવની સામે પુણાગામ સુરત શહેર મુળરહે.ગામ-મંગેળા તા. તળાજી. જી.ભાવનગર (૨) સુરેશભાઇ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઇ લાઠીદડીયા ઉ.વ. ૫૫, ધંધો. કેટરીંગ કામ રહે, ઘર નં.૨૬, પહેલો માળ, બાપાસિતારામ સોસાયટી, માનસરોવર સ્કુલની સામે. પણાગામ સુરત શહેર, મુળ રહે. ગામ-કેજડા તા. પાલીતાણા જી. ભાવનગર નાઓને ઝડપી પાડવામાં આવેલ છે.
આરોપી સુરેશભાઇ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઇ લાઠીદડીયા નાઓનો ગુનાહિત ઇતિહાસ (૧) NIA (કલકત્તા) સ્પેશીયલ કેસ નં-૦૫/૨૦૧૫ ઇ.પી.કો ૪૮૯(બી), ૪૮૯(સી), ૧૨૦(બી) મુજબ (૨) વરાછા પો.સ્ટે.૧૩૩/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૮૯(બી), ૪૮૯(સી), ૧૨૦(બી) મુજબ (૩) જુનાગઢ સી ડીવીઝન ગુ.ર.નં-૧/૨૦૧૮ ઇ.પી.કો ૪૮૯(બી), ૪૮૯(સી), ૧૨૦(બી) મુજબ (ATS) (૪) NIA (અમદાવાદ) સ્પેશીયલ કેસ નં-૦૧/૨૦૧૯ ઇ.પી.કો ૪૮૯(બી),૪૮૯(સી),૧૨૦(બી) મુજબ (૫) NIA (અમદાવાદ) સ્પેશીયલ કેસ નં-૦૨/૨૦૧૯ ઇ.પી.કો ૪૮૯(બી), ૪૮૯(સી), ૧૨૦(બી) મુજબ (૫) NIA RC.NO-36 /ર૦૧૮(જુનાગઢ FICN CASE) (૭) DCB સુરત શહેર સને.૨૦૧૦માં પુણા વિસ્તારમાં રહેતો સુરેશ ગુરૂજી લાઠી દડિયા ઉર્ફે પટેલ તેના સાગરિત વિજય નરસિંહ ચૌહાણ સાથે પヘમિ બંગાળના માલદા ખાતેથી ભારતીય બનાવટ ચલણી સુરતમાં વેચવા ફરી રહ્યો હતો. વહેલી સવારે સુરેશ ગુરુજી માવજી લાઠી દડીયાના ઘરે દરોડો પાડયો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન હાઈ ક્વોલિટી ભારતીય બનાવટની જાલી નોટ ૫૦૦ દરની ૧૮ નગ કિંમત ૯૦૦૦ રૂપિયાની મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આ નોટ વિજય નરસિંહ ચૌહાણ સાથે પヘમિ બંગાળના માલદા ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ કરતા સુરેશ ગુરુજી ઉફે ચકોર માવજી લાઠી દડીયા અગાઉ પણ એના એ અને એટીએસ તેના વિરુદ્ધ જાલી નોટના કેસો કર્યા હતા. છ જેટલા કેસોમાં ઈન્વોલ્વ હતો. દોઢ વરસ વર્ષ પહેલાં જ જેલમાંથી છૂટયો હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. સાથે આ જાલી નોટ પ્રકરણમાં સુરેશ અને વિજય ચૌહાણ પヘમિ બંગાળના માલદા ખાતેથી તાહિર ઉફે કાલીયા રઇયૂદિન શેખએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
હાલમાં પોલીસે સુરેશ અને વિજયને ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. જ્યારે પヘમિ બંગાળના માલદા શેખને વોન્ટેડ બતાવવામાં આવ્યું છે. સુરત એસઓજીના ડીસીપી રાજદીપ નકુમે જણાવ્યા મુજબ આ ભારતીય બનાવટની ૫૦૦ના દરની નોટ અત્યંત બારીકથી બનાવવામાં આવી છે. અસલ નોટ અને ડુપ્લીકેટ નોટમાં ફરક દેખાતો નથી. તેમજ તેના માટે ચેક કરવા માટેનું સુરેશે મશીન ચેક કરવા માટે વસાવ્યું હતું. આ બધું જાલી નોટ પ્રકરણમાં કાચો માવો અને પાકો માવોનો કોડવર્ડ માં ઉપયોગ થતો હતો. જેને પોલીસે આ કોડવર્ડ ઉકેલોમાં સફળતા પ્રાપ્ત થઈ છે. કાચો માવો એટલે જાલી નોટમાં થોડી ખરાબી છે. પાકો માવો એટલે જાલી નોટ બરાબર છે. એવાં કોડવર્ડનો ઉપયોગ થતો હતો.(
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
