News of Tuesday, 18th March 2025
અમદાવાદના ઓઢવ રિંગરોડ પર કારમાંથી ૪૫ લાખનો ચાંદીનો જથ્થો ઝડપાયોઃ બેની ધરપકડ
ગઇકાલે ફલેટમાંથી કરોડોનું સોનુ ઝડપાયેલ પીસીબી ટીમે ચોરખાનામાં છુપાવેલી ૨૯.૭૪૫ કિલો ચાંદી પકડયુઃ આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડઃ રાણીપના કરણ અશ્વિન પટેલને ત્યાંથી આરોપીએ ચાંદી લીધેલઃ આ જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હતો

અમદાવાદ, તા. ૧૮: ગઇ કાલે ફલેટમાંથી કરોડોનું સોનુ પકડાયા બાદ આજે અમદાવાદ શહેરમાં ઓઢવ રિંગરોડ પરથી લાખો રૂપિયાની ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પીસીબીની ટીમે કારમાં ચોરખાનું બનાવી છુપાવેલી ચાંદી ઝડપી પાડી છે. ચોરખાનામાંથી ૨૯ કિલો ૭૪૦ ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપાયો છે, આરોપીઓએ છળકપટ અથવા ચોરી કર્યાની પીસીબીને શંકા થઈ રહી છે. ચાંદીના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ન આપતા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીસીબીએ લાખોની ચાંદી સહિત રૂપિયા ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી ભાવેશ સોની અને અબ્દુલ ખાન ઉર્ફે ભુરૂની ધરપકડ કરી છે. ચાંદીનો જથ્થો અમદાવાદ રાણીપથી જાંબુઆ MP ખાતે લઈ જવાના હતા. રાણીપના કરણ અશ્વિન પટેલના ત્યાંથી આરોપીએ ચાંદી લીધી હતી. ચાંદીનો જથ્થો મધ્ય પ્રદેશનાં આશિષ સોનીને આપવાનો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બે આરોપી સહિત રૂપિયા ૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
