<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

આખરે માર્ચ મહિનાની તુવેરદાળમાં કાપ મુકતું તંત્રઃ ૭પ% ફાળવણી

દૂકાનદારોએ ૧૦૦ ટકાના પૈસા ભર્યાઃ ભારે દેકારો

રાજકોટ તા. ૧૮: રાજયના પૂરવઠા ખાતાએ સસ્‍તા અનાજના કાર્ડ હોલ્‍ડરોને માર્ચ મહિનાની તુવેરદાળમાં ફરી કાપ મૂકી દીધો છે, ૧૦૦ ટકા ફાળવણીની પરમીટ મૂકાઇ, પરંતુ ફાળવણી ૭પ ટકા કરતા અનેક કાર્ડ હોલ્‍ડરો તુવેરદાળથી વંચિત રહેશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે,

અધુરામાં પુરૂં દુકાનદારોએ ૧૦૦ ટકા ફાળવણીના પૈસા ભર્યા છે, ફાળવાઇ ૭પ ટકા છે, આ બાબતે પણ દૂકાનદારોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.

(4:01 PM IST)