<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધિકૃત કરી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉંડા દરિયામાં છોડવા માટેનો ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ કાર્યરત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધિકૃત કરી પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉંડા દરિયામાં છોડવા માટેનો ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ કાર્યરત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

 

રાજ્યમાં સરીગામ, વાપી, સુરત, અંકલેશ્વર - ઝઘડીયા, અમદાવાદ અને જેતપુર માટે ડીપ-સી ડીસ્ચાર્જ યોજનાના અમલીકરણની કામગીરી

 

 

 

અમદાવાદ તા.૧૮

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધિકૃત કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતનું ધ્યાન રાખી સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ થકી પ્રદૂષિત પાણીથી દરિયાઈજીવને નુકશાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. 

પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રી શ્રી કહ્યું હતું કે, રાજ્યમાં સરીગામ, વાપી, સુરત, અંકલેશ્વર - ઝઘડીયા, અમદાવાદ અને જેતપુર માટે ડીપ-સી ડીસ્ચાર્જ યોજનાના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેતપુર પ્રોજેક્ટ માટે પાઇપલાઇન નાખવા રૂ.૧૦.૧૬ કરોડનો ખર્ચ તથા  અંકલેશ્વર ખાતે રૂ. ૬૧.૫૩ કરોડનો ખર્ચ કરાયો છે.

ડીપ-સી ડીસ્ચાર્જ યોજના અંતર્ગત ખંભાતના અખાતમાં અંકલેશ્વરથી પાઈપલાઈન દ્વારા ટ્રીટેડ ગંદા પાણીને કાંટિયાજળ પાસે ઉંડા દરિયામાં છોડવાની યોજનાની તા. ૨૯-૦૩-૨૦૨૨થી સૈધ્ધાંતિક મંજુરી અપાઈ છે. અમદાવાદથી અને પોરબંદરના દરિયામાં જેતપુરથી પાઈપલાઈન નાખવાની યોજનાને તા.૨૬-૧૧-૨૦૧૯ એ વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

(4:49 PM IST)