<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજ્યમાં લીંબુંનો ઊંચો ભાવ પોરબંદર અને વઢવાણમાં 3 હજાર રૂપિયા સુધી બોલાયો : જાણો 14 યાર્ડના ભાવ : જૂઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 218.71 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 218.71 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) પોરબંદર માર્કેટ યાર્ડમા 3 હજાર રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 2600 રૂ. અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વઢવાણમાં 3 હજાર રૂ., દામનગરમાં 2800 રૂ., દાહોદમાં 2600 રૂ., ગોંડલમાં 2400 રૂ. રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કીલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 150 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 218.71 ટન લીંબુની આવક થઇ છે.

(7:33 PM IST)