News of Tuesday, 18th March 2025
રેશનમાંથી અનાજ લેવા પુત્ર પાસે રૂપિયા માંગનાર પિતાને પુત્રએ કુહાડી મારી મોતને ઘાટ ઉતાર્યા
પિતાએ રેશનકાર્ડમાંથી અનાજ લાવવા રૂ.૧૨૦૦ માંગ્યા ત્યારે પુત્રએ રૂ.૬૦૦ મારી પાસે છે તેમ કહેતા બોલાચાલીમાં આ ઘટના ઘટી

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાના ભાટપુર ગામમાં રહેતા મરનાર કાનજીભાઇ જેકણભાઇ વસાવા તથા ખૂન કરનાર બન્ને સગા બાપ દિકરા થતા હોય ગઈ તા.૧૬/૦૩/૨૦૨૫ના રોજ રાત્રે ૮/૩૦ વાગ્યાના અરસામાં કાનજીભાઇ જેકણભાઇ વસાવાએ પુત્ર ગોપાલ કાનજીભાઇ વસાવા પાસે રેશનકાર્ડમાં અનાજ લેવા સારૂ રૂ.૧૨૦૦/-ની માંગણી કરતા પુત્ર એ મારી પાસે ૬૦૦ રૂપિયા જ છે બીજા પછી આપીશ તેમ કહેતા પૈસા બાબતે બંન્ને બાપ દિકરા વચ્ચે બોલાચાલી થતા પિતા અકળાઈ ગયા અને ઘરમાંથી કુહાડી લઈ આવી પુત્રને મારવા જતા પુત્રએ પિતાના હાથ માંથી કુહાડી ખેંચી લઈ પિતાને કુહાડી વડે માથાના ભાગે તથા ડાબા હાથના ભાગે તથા ડાબા પગના ભાગે જીવલેણ ઇજાઓ કરતા તેમને સારવાર માટે દેડિયાપાડા સરકારી દવાખાનામાં લઈ ગયા હતા જ્યાં. સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા દેડિયાપાડા પોલીસે પુત્ર ગોપાલ વિરુદ્ધ ખૂન નો ગુનો દાખલ કર્યો છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
